હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.---જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.---સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક વેબસાઇટ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ વેબસાઇટ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે,આભાર.

પ્રજ્ઞા પ્રોજેક્ટ

પ્રજ્ઞા પ્રોજેક્ટ

પ્રજ્ઞા
          વિદ્યાર્થીના  સર્વાગી વિકાસ માટે શાળા શિક્ષણમાં કે વર્ગ શિક્ષણમાં અનેકવિધ અભિગમો નો શિક્ષક ઉપયોગ કરતો રહ્યો છે .જે ક્યારેક શિક્ષકકેન્દ્રી ,બાળકેન્દ્રી ,વર્ગખંડકેન્દ્રી કે પાઠ્યપુસ્તક કેન્દ્રી હોય છે.સમગ્રત્યા વર્ગના તમામ બાળકોને કેન્દ્રમાં રાખીને, તેમની વૈયક્તિક ભિન્નતાને ધ્યાને લઇને,તેમની ક્ષમતા-ગતિને આધારે શિક્ષણ આપવાનું હમેશા મુશ્કેલ રહું છે.શિક્ષક્વિદો અને શિક્ષકો એવા અભિગમની શોધમાં હોય છે,જેમાં વર્ગના તમામ બાળકોને શિક્ષણપ્રક્રિયામાં જોડી શકાય.તેમની શૈક્ષણિક શીધ્ધીઓ નું વ્યક્તિગત માપન થઇ શકે. આ તમામ આવશ્ક્તાને ઉપકારક બને તેવો અભિગમ એટલે પ્રજ્ઞા.
અત્રે પ્રજ્ઞાઅભિગમને લગતા પત્રકો તથા પ્રજ્ઞામોડ્યુલ ની પી.ડી.એફ ફાઈલ મુકેલ છે.

ગુજરાતી ધોરણ ૨

PRAGNA GEET.mp3
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
-શ્રી પ્રકાશ પરમાર

સૃજનગીત
SRUJAN GEET.mp3
જ્ઞાન કે ઈસ પુન્ય પથ પર નવસૃજન કા સાથ હો.......(2)
હમ બઢે સબકો બઢાયે,એસા દૃઢ વિશ્વાસ હો.
જ્ઞાન કે ઈસ ......
જન્મભૂમિ કે લિયે હમ કુછ તો એસા કર ચલે
શારદે કે કમલ રજ મે જી ચલે યા મર ચલે
ખુદ બઢે,સબકો બઢાયે......(2)
ઐસા સાથી સાથ હો
જ્ઞાન કે ઈસ.......
સમય કેસે બીત જાયે,કુછ સમજ ના આયેગા
પાયેગા ના કુછ તો રાહી,બાદમે પછતાયેગા
જ્ઞાન કા દિપક જલા તું....(2)
જગમે તેરા નામ હો
જ્ઞાન કે ઈસ.......
મન મે હો જો ઈચ્છાશકિત,વો સફલ હો જાયેગા
અસમર્થ હો કોઈ કિતના, મેરુ પર ચઢ જાયેગા
સૃજન કર સબકો બઢા દે.....(2)
જ્ઞાન જ્યોતિ મશાલ કો
જ્ઞાન કે ઈસ.......


પ્રજ્ઞા કાર્યક્રમને અસરકારક રીતે સફળ બનાવવા માટે શું કરવું જોઈએ ?
· ધો-1 માં જયારે બાળક અને વાલી આવે ત્યારે પ્રજ્ઞા અભિગમ વિશે કમ્યુટરમાં એક ફોર્મેટ તૈયાર કરી તેની પ્રિન્ટ આઉટ અથવા ઝેરોક્ષ કરીને વાલીને આપો અને વાલીને આ કાર્યક્રમની સમજ આપો.
· દરરોજનું આયોજન નકકી કરીને તે પ્રમાણે વર્ગમાં પ્રવૃતિ કરાવો.
· વર્ગમાં ટી.એલ.એમ પૂરતાં પ્રમાણમાં રાખો જેથી એકથી વધારે બાળકોને જયારે ઉપયોગ કરવાનો થાય ત્યારે તે લઈ શકે.
· જૂથમાં હોંશિયાર,મધ્યમ તથા ધીમું શીખનાર બાળકોનો સમાવેશ કરવો.
· વાલી જયારે શાળામાં આવે ત્યારે તેના બાળકે કરેલી પ્રવૃતિ બતાવવી.
· બાળકોને તેમને જોઈતી સ્ટેશનરી સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરો.
· કાર્ડ પર આપેલ ચિત્રો યાદ રાખવાની બાળકને કોઈ જરૂર નથી.
· બાળકના કાર્યને વર્ગ સમક્ષ બિરદાવો.
પ્રવેશોત્સવ વખતે વાલીઓને પ્રજ્ઞા કાર્યક્રમ વિશે આપવાની સુચના
· આપણી.................................................................. માં ચાલુ વર્ષથી પ્રજ્ઞા કાર્યક્રમ ધોરણ 1અને ધોરણ 2 માં અમલી બન્યો છે.
· પ્રજ્ઞા એટલે પ્રવૃતિ દ્વારા જ્ઞાન.
· પ્રજ્ઞા કાર્યક્રમ સંપૂર્ણ પ્રવૃતિ આધારીત કાર્યક્રમ હોવાથી આ કાર્યક્રમમાં બાળકોને ખૂબ જ મઝા આવશે.
· બાળકોને જરૂરી તમામ સામ્રગી જેવી કે પેન્સિલ,રબર,સંચો,બીજી અન્ય સ્ટેશનરી શાળા તરફથી આપવામાં આવશે.
· ભાર વગરના ભણતર અન્વયે તથા બાળકોને જરૂરી સામ્રગી શાળામાંથી આપવાની હોવાથી બાળકે દફતર લઈને આવવાનું રહેશે નહીં.
· સમયાંતરે આપના બાળકોની સિધ્ધીની જાણ આપને કરવામાં આવશે. 
આચાર્ય શ્રી ..................... પ્રા.શાળા તાલુકો - .............. જિ-........................

No comments:

Post a Comment